હેય, હજી ઊંઘે છે..?? આ તમે કલેક્શન વાળા સુધરવાના જ નહિ!!!!!
જી, મેમ.. શું છે કે મારી ગર્લફ્રેન્ડને મળ્યા પછી મને ઊંઘ ઘણી મોડી આવે છે! એટલે સવારે થોડી આંખ મોડી ખુલે છે! અને સવારના ૭.૩૦ વાગે આપશ્રી એ કલેક્શન અને સેલ્સની ગાથાઓ સંભળાવવા ફોન કર્યો છે..??
ઓયે હોયે, સદકે જાવા, માહીએ… અચ્છા ચલ, સોરી એક કામ કરીશ..??
હુકુમ મેરે આકા, બોલો શું છે..??
તને એક SMS કર્યો છે, મારી ફ્રેન્ડનું એડ્રેસ છે! ત્યાંથી મારી દવા લાવવાની છે! બોલ કરીશ..??
શ્યોર, પણ દવા..?? ટપ્પીના પડી..?? & યા, મેસેજ જોઈ લઉં છું!
અરે તને ખબર છે ને…. ધેટ ન્યુમોનિયા..??!! એ પછી મેં આયુર્વેદિક દવા સ્ટાર્ટ કરી હતી! પણ ગઈ કાલે….તારી ખેંચવામાં ભુલાઈ ગઈ એના ઘેરથી લેવાનું.. ત્યાંજ છે તારા ઘરની પાછળ જ.! લઈને મને અહી એરપોર્ટ આપી જા ને..! ૯.૩૦ નું પ્લેન છે!
ઓકે, ચલ હું આપી જાઉં છું.. એ બહાને તને મળાશે તો ખરું..! અને શક્ય બને તો કીસ્સ…અરે હા, પેમેન્ટ આપી દઉં ને..??!!
વેરી ફની… હા, એટલેજ તને કીધું, બાકી ઈશ્વર કાકા લઇ આવત! અને પાગલ, એવી ભૂલ પણ ના કરતો.! એ મારી ફ્રેન્ડ છે નહિ લે અને મને સંભળાવશે એ નફામાં!
“આ કોઈ “મેડમ” નો કોલ છે, ગોગી…… ચલ ઉઠ તો ૭.૩૦ થઇ ગયા!” મમ્મી એ ઉઠાડ્યો અને જોયું તો તન્વીનો કોલ હતો! “મેડમ” નામ થી સેવ કર્યો છે એટલે મમ્મી નામ ના જોઈ શકી! થેન્ક્સ્સ ભગ્ગું..! (લ્યો, હું પણ ભગ્ગું બોલતો થઇ ગયો! અને કોઈએ હસવાનું નહિ હોં.. મારું લાડકું નામ ગોગી છે!)
૧૦ મીનીટમાં રેડી થઇ, મેસેજ વાળા એડ્રેસ પર પહોંચી ગયો, શાવ્યા જૈન, વાહ..! શું નામ છે! પાસે જ હતું! મમ્મી પણ વિચારતી રહી, એવા તો કેવા મેડમ છે આવી રીતે દોડાવ્યો એને..!!
ત્યાં પહોંચી ડોરબેલ દબાવ્યો અને,,, બોય બોય…. તન્વી કરતાય ચાર ચાસણી ચડે, એવી છોકરીએ દરવાજો ખોલ્યો.. “તન્મય..??”
ઓફ્ફ્ફ્ફ સીધોજ પર્શ્ન..! “હા”…!…..જવાબ આપી ને ફરીથી જોવાઈ ગયું અને હાથ માં ચેતન ભગતની લેટેસ્ટ નોવેલ.! વાહ..! મેડમનો રીડીંગ ટેસ્ટ પણ ઉંચો લાગ્યો!
પેકેટ રેડી છે! એને હાય કહેજો..!
“શ્યોર” અને ઉતાવળ માં પાછો ફરવા ગયો અને મારા જ પગ માં આંટી ભરાઈ જતા પડી ગયો! ઓફફફ…!… so embarrassing …!
પહેલા તો જોર થી હસી પડી.. અને “સોરી, તમને વાગ્યું તો નથી ને..” કહી ફરીથી………
હે ભગ્ગું….. બસ સાવ આવું..?? હાથ ના ઈશારે ના કહી ઉભો તો થયો પણ… ડાબા હાથની કોણીએ જરા વધુ વાગ્યું હતું! ધીન્ચાકનું દર્દ થયું અને… હાથ વાળવામાં પણ પ્રોબ્લેમ થયો..! એ સમજી ગઈ અને અંદરથી ફર્સ્ટ એડ બોક્ષ લઇ આવી! હમમમ કેરીંગ પણ ખરી..!
થોડી ટ્રીટમેન્ટ અને સ્પ્રે થી કોઈ જ ફર્ક ના લાગ્યો..!
“I think તમે કાર નહિ ચલાવી શકો..! હું તન્વી ને કોલ કરી દઉં છું! કુરિયર કરી દઈશ ડોન્ટ વરી..!!” હવે શાવ્યા સીરીયસ હતી! હમમ એક વધુ દર્શન એમના નેચરના!
અરે, જિંદગી માં પહેલી વાર મને કૈંક કીધું છે! અને નહિ જાઉં તો આખી જિંદગી સંભળાવશે! you know her …!
યા, પણ તમે આવી હાલત માં..??
ડોન્ટ વરી હું ઓટો કરી લઉં છું.. તમે ટેન્શનના લો..!
અરે, ઓકે ચાલો હું આવું છું! મને ડ્રાઈવિંગ આવડે છે! અને પ્રોમિસ કે તમારી બોડી ને બીજે ક્યાય ડેમેજ નહિ થાય..!!!
વાહ..! છોકરીઓ ખાસ્સી પોઝીટીવ બની ગઈ છે.. હવે સમજાયું.. કેટલી આસાની થી આટલી ગંભીર વાત કહી ગઈ! “ઓકે” અને કાર ની ચાવી સોંપી દીધી!
“હમમ તો તમે પણ દેવકીને જ સાંભળો છો એમ ને.!” કાર સ્ટાર્ટ કરી fm ટયુન કરતા બોલી.. અને પછી આખા રસ્તે ઓફીશીયલ વાતો કરતા કરતા, જેમાં વાતો ઓછી અને કટાક્ષ વધારે હતો… થોડી થોડી વારે મારી કોણી તરફ જોઈ મલકાઈ રહી! (બંને ફ્રેન્ડસ સરખી જ લાગી.. કોઈકની “ખેંચવા” માં જોટોના જડે!)
એરપોર્ટ પર તન્વીજી મારી રાહ જોતા, મોબાઈલ રમી રહ્યા હતા! મારી સાથે શાવ્યાને જોઈ થોડા.. સાવધાન મુદ્રામાં આવી ગયા..! અને બીજીજ સેકન્ડે SMS આવ્યો એનો..”એને કેમ લાવ્યો..?? અને આપણાં વિષે કશું કીધું નથી ને..??”
મેં ડોકું ધુણાવી…. ના પાડી, એને થોડો હાશકારો થયો! (હા, શાવ્યા ની વાતો પરથી લાગતું નોહ્તું કે એ અમારા વિષે જાણતી હશે! એટલો ઈન્ટેલીજન્ટ તો ખરો હું..! ગુજરાતી નહિ..!!)
બંને સખીઓ ની, થોડી ઘણી ઔપચારિક વાતો, અને નજર ચૂકવી તન્વી મારી સાથે આંખો થી વાત કરી લેતી! મને તો કાર માંથી ઉતરવાની જ પરવાનગી નોહતી..! બસ માત્ર બેજ મિનીટ એ મારી પાસે આવી અને બોલી..”ટેક કેર…” અને એજ ટ્રેડમાર્ક સમી અદામાં.. આખો સાફ કરતી ખસી ગઈ!
બ્લેસિંગ મેસેજની આપ લે પછી અમે પાછા વળ્યા.. અને ફરીથી SMS “TAKE CARE DEAR, SACHVJE & OFF LAI LEJE PACHO, AAMEY NAVRA FARO CHHO NE! LOVE U JAANU.. KISS PENDING RAHI NEXT SUNDAY AAPI DAISH BANNE DIVSNI… BYE..” ઓફ્ફ આ છોકરી, નામે તન્વી અહી પણ મારા લેગ પુલિંગ કરી રહી હતી! એ પત્ની બની આવશે તો…. [ :O ]
“કેમ આ તરફ લીધી..??” ઘરથી વિરુદ્ધ દિશામાં કાર લઇ જતી જોઈ હું બોલ્યો.. એક તો દર્દ અને આ માયા મને કોણ જાણે ક્યાં લઇ જતી હતી! એમજ થોડો સ્વર પણ ઉંચો થઇ ગયો!
“now, i know about both of you..!!! અને તમારા મેડમનો ભાર પૂર્વકનો આદેશ છે.. આપને ડોકટરી ટ્રીટમેન્ટ આપવી ને જ ઘેર લઇ જવા.. એટલે શાંત ગદાધારી ભીમ શાંત..!!” મર્માળુ સ્મિત આપી શાવ્યાજી ઉવાચ..!
“ઓહહ! જો હુકમ મેરે આકા..!” હું બોલ્યો અને બંને હસી પડ્યા..
ડો.રાજેન્દ્ર શાહ.. મીઠાખળી… કોણી માં માઇનોર ક્રેક આવી હતી! નાનકડું પ્લાસ્ટર… અને દસેક દિવસનો આરામ.. ફોન કરી બેંક માં લીવ મૂકી દીધી ત્યાંથી જ..! અને પછી બંને ઘર તરફ વળ્યા..
રસ્તામાં શાવ્યાને સુનમુન બેસેલી જોઈ, “કેમ, શું થયું..?? જતા તો મારી બહુ ફીરકી લીધી ને કંઈ..?? હવે કેમ આમ સુનમુન..??”
હા, ઘણા કારણો છે! કેટલા કહું..??
બધાજ..!
“ઓકે તો સાંભળો.. એક તો મારા ઘેર પહેલીવાર આવ્યા અને તમને પ્રોબ થયો! પાછા તમે હવે જીજુ ગણાઓ.. એટલે વધુ છૂટના લેવાય..! ત્રીજું તન્વીની ઇનસ્ટ્રકશંસ.. તમને હેમ ખેમ ઉતારવા! અને છેલ્લી અને મહત્વની વાત… તમારો નેચર મસ્ત લાગ્યો! તન્વી ઇસ સો લકી…..!!!!” બિલકુલ પ્રોફેશનલ રીતે ડ્રાઈવ કરતા અમે મારા ઘેર પહોંચ્યા!
ચાલો હું વિદાય લઉં હવે..!!
અરે, હું આવું ને સાથે, મૂકી જાઉં..??!!
હા હા હા … અહો આશ્ચર્યમ..! આપ મૂકી જશો..!!
પછી યાદ આવ્યું! એટલે ભૂલ સુધારતા બોલ્યો ” અરે, ઓટો માં, પછી એજ ઓટો માં પાછો આવી જઈશ..!”
“ઓકે ચાલો… ” રેડી થઇ ગઈ! ઓટો માં બંને એ એક બીજાના નંબર્સ લઇ લીધા!
એને ઉતારી, મારા ઘર તરફ આવતા, એને વિચારી રહ્યો… આયુર્વેદિક ડોક્ટર, ટુ મચ બ્યુટીફૂલ, ચેતન ભગતની નોવેલ વાંચતી, આટલી મસ્તી કરતી, પરફેક્ટ ડ્રાઈવર, સંસ્કૃતની જાણકાર, કેરીંગ નેચર વાળી, મિઝ શાવ્યા જૈન…!!!!
ફરીથી ઉપર જોવાઈ ગયું! સવારના ૧૧ વાગ્યાનો સુરજ જાણે કહી રહ્યો હતો……. “કુછ બાત તો હૈ ઉસમેં..!!!”
~એજ..તન્મય..!