મારા વિષે ?!

ખાસ તો આ અબાઉટ… વાંચીને જ હસવું આવ્યું..!
મારા વિષે ?! હું પોતે શું લખું…!
છતાં સ્હેજ અમથી ઓળખ… મારી પોતાની…

હું.. તન્વય શાહ..! ફેસબુક પર એજ તન્મય..! તરીકે ઓળખાઉં છું.. ફાઈનાન્સ લાઈનનો માણસ છું. અને અજાણતા આ લેખન વિશ્વમાં ભૂલો પડ્યો છું! વધુ તો કઈ ખાસ છે નહિ મારા વિષે જણાવવા માટે. ગુજરાતી સાહિત્ય પ્રત્યે થોડો લગાવ ખરો. પણ એ વિષયમાં ઊંડા ઉતરવું મારા સ્વભાવમાં નથી. કદાચ કહી શકો કે સમય અને સંજોગ નથી. હા વાંચન ખુબ ગમે છે. અને ચિક્કાર વાંચું પણ છું. જેનો નીચોડ આપ અહી જોઈ શકશો. પદ્ય મારો ગમતો વિષય રહ્યો છે ગદ્યની સાપેક્ષ. અને એમાં હું ખુલીને વધુ સહજતાથી વર્ણવી શકું છું.

અગાઉ મને કોઈ છંદ, ગીત, ગઝલ, નઝમ કે પછી મુક્તક અને શેર… કશાયનું જ્ઞાન નોહ્તું ..! કાળ ક્રમે શહેરમાં થતા મુશાયરા, અન્ય કવિ મિત્રો સાથે ગોષ્ઠી, સાચી દિશાનું માર્ગદર્શન અને ગઝલ કાવ્ય લેખનના પુસ્તકો વડે થોડું ઘણું શીખવા મળ્યું. સાથે સાથે થોડું લખાતું પણ ગયું. અગાઉ દિશાહીન લખાતું.. અને હવે મારા ગુરુજીના કહેવા મુજબ સમજણ પછીનું (આવું તો ન જ લખાય…. ઝાંકળના તો ન જ હોય.. ઝાંકળમાં ય પગલા ન હોય !) લખાય છે. હું તો બસ લખવાનો. પેશન તરીકે. સારું કે ખરાબ આપ નક્કી કરજો 🙂

તો થઇ જાવ તૈયાર… હથોડો તો હથોડો..
પણ હવે તો ખમી જ લેજો !

~એજ તન્વય..!

18 thoughts on “મારા વિષે ?!

 1. વેલકમ, મારા બ્લોગને ફોલો થવા બદલ આભાર. આપ ખુલ્લા મને ફાવે તેમ લખ્યા કરો અને નવોદિત તરીકે આપ કંઈપણ ‘વેબગુર્જરી’નાં ધોરણોને અનુરૂપ કંઈક લખશો, તો તેને મઠારી આપીને પણ તેને સ્થાન આપવાનો પ્રયત્ન કરીશું. ‘વેબગુર્જરી’ એ આપણા સૌનો બ્લોગ છે. http:/webgurjari.in ની મુલાકાત લેવાથી ઘણું જાણવાનું મળી રહેશે. ધન્યવાદ.

 2. થોડા સમય પછી વેબગુર્જરી દ્વારા ગુજ. બોલીઓમાં વિવિધ સાહિત્ય પ્રગટ કરવાના છીએ. તમે તમારી આ તળપદી બોલીમાં ગદ્ય પદ્ય બન્નેમાં લખાણો મોકલજો….સમયની બંધી નથી…નીરાંતે. – જુ.

 3. તમે સાચે જ તમારામાં તન્મય છો. સાચુકલું લખાણ એની છાપ મુકી જતું હોય છે. તમારા બ્લૉગને ફોલો કર્યો છે તોય કેમ સંદેશ મળતો નહીં હોય ? તમે મારા બ્લૉગ પર જોડાયાનું જાણીને આનંદ…આભાર.

 4. તન્મયભાઈ આપનો બ્લોગ અવાર નવાર વિઝીટ કર્યો,પણ એબાઉટ માં ટિપ્પણી કરવાનું રહી ગયું . ખરેખરમાં કોઈ ખાસ વસ્તુ વિષે વાત કરવી હોય તો શબ્દો ટૂંકા પડતા હોય તેવું લાગે , એટલે ફક્ત એટલું જ કહીશ કે excellent. અને હું માત્ર ફોલોવર નહી પણ ફેન છું આ બ્લોગનો

  • આપની વાત વાંચી ખુબ આનદ થયો ભાઈ…:) & હા, ફેન નહિ ફ્રેન્ડ બનો દોસ્ત..:) મને તમારી બધાની વચ્ચે જ રાખો..! સ્ટેજ પર ભાષણ કરવા હોત તો પ્રોફેશનલ હોત ને..!!!

 5. તન્મય,

  તમે ઘણું સરસ લાખો છો. તમારા લખાણ વાંચવા ગમે છે.
  વાંચીને એવું જ લાગે છે કે જાણે બધું આસપાસ બની રહ્યું છે.
  ક્યાંક ને ક્યાંક અમારા મનમાં ધરબાયેલી લાગણીઓ વાંચી શકાય છે.

  બસ, આમ જ લખતા રહેજો.

  અમે પણ આમ જ આવતા રહીશું, મળતા રહીશું.

 6. તન્મય ભાઈ , હું પહેલા પણ આવી ચુક્યો હતો , અને ફરી પાછા પણ આવવું જ પડ્યું 🙂

  તમે અછાંદસ કે ગઝલ , નઝમ , મુક્તક જાણો કે ન જાણો , પણ વાંચનારની મજાને જાણો છો , so Go on . . . & keep doing nice blogging 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s