“ટ્રાન્સફર ટુ સુરતસીટી” (part 2)

૮.૧૦ વાગે ફોન આવ્યો, આવી ..જા!

કેમ?? આટલા વાગે…????? …. !!!!!

હા.. સરપ્રાઈઝ આપવાની છે! ને જો મોડું ના કરતો!

ઓ મેડમ! આઈ એમ ઓલ્વેઝ બીફોર ટાઈમ! સમજ્યા…?

ઓ કે ડન.

અને કટ……….

આવું એણે ફરીથી કર્યું! પહેલી વાર જયારે શુદ્ધ ગુજરાતી માં કહ્યું “હું ચાહું છું તને” ત્યારે! (હા.. એને ગુજરાતી નથી આવડતું!) એટલે થયું આજે લગ્ન માટે કહેશે! ૧૫ મિનીટ ની શોર્ટ નોટીસમાં કોફીશોપ પહોંચવાનું હતું! અને હંમેશ ની જેમ હું ૮.૧૫ બીફોર ટાઈમ પહોંચી ગયો! કોઈ ને રાહ જોવડાવવી ગમતી નથી ને! એની ઓફીસથી ઘર તરફ ની સામે ની સાઈડ કોફીશોપ આવે. આમ તો એ ટર્ન લઇ કોફીશોપની બહાર ગાડી પાર્ક કરે, પણ આજે સામેજ ઉભી રાખી રોડ ક્રોસ કરી આવતી હતી.

Image

(એવી તો શી ઉતાવળ હશે?) હંમેશા દસેક મિનીટ લેટ આવતી આજે એ ય શાર્પ ૮.૩૦ પર આવી ગઈ! એને રોડ ક્રોસ કરતી જોઈ મારાથી બુમ મારી ગઈ… “વેઇટ” .. હાથ ના ઈશારે જણાવી હું એને લેવા સામે ગયો. લાગ્યું એ આ રીતે પહેલીવાર રોડ ક્રોસ કરતી હશે! મારા ડાબા હાથ ના કાંડા ને સજ્જડ રીતે પકડ્યું હતું અને (હું સાથે હોવા છતાં) એના ચહેરા પર ટેન્સ ના ભાવ ઉપસી આવ્યા હતા! ઓફીસ વેર માં હતી પણ બોસ… ધીન્ચાક લાગતી હતી!

બંને એક સાથે કોફીશોપ માં દાખલ થયા અને વિકાસ (વેટર) ને પણ આશ્ચર્ય થયું હોય એમ ” ? ” માર્ક સમું જોવા લાગ્યો! અમારી રોજની જગ્યા આજે પેક હતી (કસમય!) એટલે બીજે સીટ લીધી. બેસતાની સાથેજ એણે વિકાસને ઈશારો કરી દીધો! એની કોલ્ડ કોફી અને મારી રેગ્યુલર ચ્હા! સાથે સાથે એની ટ્રેડમાર્ક સમી મોનાલીસાય રડતી લાગે એવી સ્મિત ફરકાવી એક ઈમેલ નું પ્રિન્ટ આઉટ મારા હાથ માં મુકી દીધું!

પ્રિન્ટ વાંચી હસવું કે રડવું નક્કી ના કરી શક્યો …. !!!!

ગ્રેડ પ્રમોશન મળ્યું હતું A++, સાથે રેટિંગ હતું ૧ ..!!! (કોર્પોરેટ સેક્ટર માં આ ગ્રેડ અને રેટિંગ જવ્વલેજ ઓલમોસ્ટ ૩ – ૩.૫ વર્ષ પછી જ મળતા હોય , જયારે આને તો સવા વર્ષ ની જોબ માં જ અચીવ કરી લીધા! ) વાહ..! પોસ્ટ પણ વધી હતી! બસ છેલ્લી લીટી દુઃખદાયક હતી. “ટ્રાન્સફર ટુ સુરતસીટી”

ઓફ્ફ્ફ્ફફ્ફ … !!!! હવે …? મને નત મસ્તક બેઠેલો જોઈ બસ એટલું જ બોલી “જાઉં….???” (આજે એ પણ કંઈ બોલતી નો’તી વધારે) મારો જવાબ હતો…. “યુ હેવ ટુ ગો!.. તારે જવુજ જોઈએ …!!!

પછી તો વાતાવરણ જ બોઝિલ થઇ ગયું અને એક બીજા ની સમજણ ને સલામ કરતા ટ્રાન્સફર થતા પહેલા એક વાર મળવા ના કોલ સાથે છુટા પડ્યા!

Image

એને રોડ ક્રોસ કરાવી મેં બાઈક ચાલુ કરી અને અજાણતા જ મારાથી આકાશ તરફ જોવાઈ ગયું! આંખો વધુ ખુલ્લી ના રહી શકી.

જયારે પાછી ખુલી ત્યારે આકાશ તો સાફ હતું…….. પણ ખ્યાલ નાં આવ્યો… મારા ગાલ થોડા ભીના હતા!………

દરેક સરપ્રાઈઝ સુખદ હોય એ જરૂરી નથી…….!

~એજ..તન્મય..!

Leave a comment