લગ્ન ?


વર્ષો પછી માળિયા માં સ્થાન
પામી ચુકેલા પટારાને ખોલ્યો
ને થયું…. એક ઘટના

ને આખી જિંદગી બદલાઈ ગઈ.!
એ માત્ર એક “ઘટના”.. હશે કે ?
પીળો પડી ગયેલો સુટ અને
કાણું થઇ ચુકેલા પાનેતરની
યાદગીરી?
ઝાંખા થઇ ચોંટી ગયેલા
આલ્બમના ફોટાઓમાં દેખાતા
આગળ “હવે શું” ની
અસમંજસ બે ચહેરાઓ?
એ વેળાએ ક્યાં ખબર હતી
કે પ્રેમ નામે ઝાંઝવા ખોળવા
નીકળ્યા એક મેકને સથવારે
અને પામ્યા માત્ર ને માત્ર…
દુનિયાદારી..!
જેમાં સમાઈ ગયું આખું જીવન !
સવારે ચ્હા થી શરુ અને
રાત્રે દૂધ થી ખત્મ… !
નથી કહેવા એ કાર્યો જે થાય છે
આ સમય દરમ્યાન….
શું કહું ? બધું માત્ર
રૂટીન જ હોય છે ત્યાં..??!!
આજે વર્ષો પછી કાળના
લપેડા ચોપડી કર્કશ અને
રુક્ષ બનેલા ચહેરા….
બિચારા સમજે છે …. હા એજ પ્રેમ છે…
જે અમે પામ્યા..
નામે ……..”દુનિયાદારી” !

~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s