સોરી…. [ :( ]

How dare you to behave like this?? So irresponsible r u..! smoking is not a solution god dam it! હજીય પડઘાય છે એ શબ્દો! કેવા હક થી બોલાયા હતા..!!!

 

૨.૩૦ વાગ્યાનો શો હતો એટલે અમે સાથેજ જવાનું નક્કી કર્યું. ૧.૩૦ વાગે કોફીશોપ પર એની કાર પાર્ક કરી બંને મારી કારમાં સાથે રવાના થયા. (હા ભાઈ, ગરમી શરુ એટલે બાઈકને તિલાંજલિ!) She is just amazing! ૧૫ દિવસ પછી એક દિવસ માટે ઘેર આવી હતી અને 16 માંથી ૮ કલ્લાક એ મારી સાથે વિતાવશે! ગરમી અને વાતાવરણના બાફને લીધે સિમ્પલ વ્હાઈટ બ્યુટી બનીને આવી હતી! ઈમ્પોર્ટેડ લુઝ વ્હાઈટ કેપ્રી અને શિફોન ફૂલ સ્લીવ કુર્તી માં સાચેજ અપ્સરા લાગતી!

મારી બાજુની સીટ ૧૩૫ અંશના ખૂણે સેટ કરી, ૯૩.૫ red fm પર ડીકસી ટયુન કરી, આંખો બંધ કરી, આરામમાં આવી ગઈ! વાહ..! અદા હોય તો આવી! જોડે હું હતો એનીય એને પરવા નોહતી! (કેમ નોહતી એ પછી ખબર પડી!)
હું બસ એક સ્માઈલ આપી, કારને PVR તરફ હંકારવા લાગ્યો! પછી કોણ જાણે શું થયું, એને પર્સ ખોલ્યું અને એક લાંબી બ્લેકકોબ્રા સિગારેટ કાઢી, લાઈટર સાથે! મને ઓફર પણ કરી!

અચાનક કરાયેલ હુમલા માં સંતુલન ખોરવાઈ ગયું અને ..”This is not my brand!”……..મારાથી બોલી જવાયું!

“Ya, I know, but this is my brand!” તદ્દન બેફિક્ર, ભાવહીન સ્વરે મેડમ ઉવાચ!, એન્ડ આઈ જસ્ટ સ્ટોપ ધ કાર! પણ મેડમ તો જાણે દુનિયા એના ખંજન માં છો ડૂબતી, એમ સાચેજ રજવાડી સ્નફર કાઢી, (લ્યો, સિગારેટ પીવી છે, પણ હોઠની લીપ્સ્ટીક કે રંગને અસર થાય એ પોસાય નહી..! પૂરી તૈયારી! સિગારેટ એક્સેસરીઝ સાથે જ લાવી હતી!) સળગાવવા જ જતી હતી અને,,, મેં બધુજ એના હાથ માંથી પડાવી લીધું!

આ નવું ચાલુ કર્યું ..?? સત્તાવાહી સ્વરે મેં પૂછ્યું.

હા..! એજ બેફિક્ર જવાબ!

ક્યારથી..??

ગઈકાલથી..!

ઓહ..! કોઈ ખાસ કારણ..??

હા..!

જાણી શકું..??

અને એણે જવાબમાં મોબાઈલની વિડીઓ કલીપ દર્શાવી, મારી આંખો માં આંખો પરોવી, પૂછ્યું. “Can I know?… શું હું જાણી શકું..??”

વીડિઓ કલીપ ગઈકાલે એના ગયા પછી મેં પીધેલી ગોલ્ડફ્લેકની હતી! તન્વીએ ચુપચાપ મને કવર કરી લીધો હતો અને હવે ડીફેન્સ કરવાનો પણ ચાન્સ રહ્યો નહી, એટલે મેં હથિયાર હેઠે મૂકી દીધા!

“Can you explain this kind of foolish things..?? I have to know about right now..” થોડા રુક્ષ અવાજ, તીખા અણગમા, ભારોભાર ગુસ્સા સાથે પુછાયેલો સવાલ! જવાબમાં મારી મનોવ્યથા!

“Nothing is going right for me, Tanvi.. [ 😦 ] કૈંજ સીધું નથી થઇ રહ્યું! ઘર, બેંક, ફિલ્ડ, એજન્સી અને તું! ઘરે મમ્મીની તબિયત સારી નોહતી, એટલે આખું વર્ષ ટોપ કર્યું અને છેલ્લા બે મહિના માં કલેક્શન ગગડ્યું એમાં રેટિંગ બે, અને પોર્ટફોલિયો પણ ચેન્જ, બધુજ નવેસરથી ઉભું કરવાનું, અને એમાય તારો સાથ છૂટી ગયો! તું અહી હતી તો કમસે કામ દરરોજ મળતી ત્યારે એક નવા જોમ નવા ઉત્સાહ ઉગી નીકળતા! અને હવે તો એય બંધ! મોટીવેશન લાવવું ક્યાંથી? એમાય તું જયારે મળીને જાય ત્યારે વધારે તકલીફ થાય છે ને! છુટા પડવાનું દર્દ પણ ઉમેરાય! એટલે જ શરુ થઇ ગઈ સિગારેટ!

“How dare you to behave like this?? So irresponsible r u..! smoking is not a solution god dam it! તન્વીના શબ્દો જાણે શૂળ બની ભોંકાઈ રહ્યા હતા! આજે એ મળી ત્યારથી કૈંક અલગ લાગી રહી હતી,,જેનું કારણ હવે સમજાયું હતું, બાપ રે..!!! સાક્ષાત ચંડીનું સ્વરૂપ લાગી રહી હતી!

“ya I know. But what to do dear just tell me!” મને ખબર હતી કે ડીફેન્સ કાચું હતું.. પણ કરવુંય જરૂરી હતું ને! નહીતો આજે આ મને ચોકસ્સ પતાવી નાખતી!

“Well in that case, I have to start alcohol! Because, I suffering lot more than you dear..! ઘર પરિવારથી દુર, અજાણ્યા શહેર, લોકો, વિચારસરણી અને એમા ય તારાથી દ્દુર! સહેલું નથી તન્મય! જરા સમજી જો મારી પરિસ્થિતિ! અને એય મેં જાતે ઉભી કરી છે, એટલે હું તો કોઈ ને કહી પણ ના શકું ને!

“તોબા મારી માં…. હવેથી હોઠે તો શું હાથ પણ નહી અડકે.. બસ્સ.. !!!….હવે આપણે જવું જોઈએ.. ફિલ્મ સ્ટાર્ટ થઇ જશે તો પછી તું અંદર નહી જાય!” (અધૂરું એને કૈંજ ખપતું નથી.. ફિલ્મ પણ નહી!)

“Ya, But don’t be relaxed, you have to pay for each & every stick which you finished!” ધમકીભર્યો જવાબ સાંભળી મારી રેવડી ટાઈટ થઇ ગઈ!

કોઈજ પ્રત્યુતર આપવા લેવાની તસ્દી કરી નહી, અને પહોંચ્યા મુવી જોવા. (જોકે મારી ફિલ્મ તો ક્યારની શરુ થઇ ગઈ હતી!)

ફિલ્મને મન ભરી માણવાની આદત છે એની! અસીન, શ્રેયસ, અક્કી અને જોહનીની જુગલબંધી જોઈ મઝા આવતી હતી એને તો! અહી ઉડીને આંખે વળગી એક વાત! She is on safe distance with me even in darkness of theater! કોઈ આછકલી હરકતને હવે અવકાશ જ રહ્યો નોહ્તો! એટલે સુધી કે એણે પોતાની સીટ પર લંબાવેલો મારો હાથ સિફત પૂર્વક પાછો ‘જૈસે થે’ કંડીશનમાં મૂકી દીધો! ગર્લફ્રેન્ડ પહેલીવાર ગુસ્સે હતી, અનુભવ વગર અહી પણ કાચો પડ્યો!

But I just thinking કે દરેક પરિસ્થિતિને તન્વી….કેટલી સાહજિકતા થી અપનાવી લે છે! કદાચ એટલેજ એનો ગુસ્સો સાચો હતો! મારાથી વધુ સહન તો એ કરી રહી હતી! એના શારીરિક, માનસિક બદલાવને હવે સમજ્યો હતો! ગમે તે થાય, હવે સિગારેટ તો નહિજ પીવું! મેં તો નિર્ધાર કરી લીધો!

૧૦ મિનીટ પહેલાં ગુસ્સે હતી અને હવે…. એટલી ધમાલે ચડી કે.. બાજુના કપલ વાળા છોકરાને અસીન, રણજીતની મિમિક્રી કરે એ અદામાં જોવા માંડી..!! પેલો તો એટલો ડરી ગયો કે એની ગર્લફ્રેન્ડ જોડે સીટ એક્ષ્ચન્જ કરી લીધી! મેં પૂછ્યું તો મેડમ બોલ્યા “મારી સાથે બેસવાની એ લંગુરની લાયકાત નથી….! એટલે થોડો પરચો આપવો પડ્યો! એ ઉભોના થયો હોત તો ચોકસ્સ માર ખવડાવત!”

પેલો ઈન્ટરવલમાં બહાર મને કહે..”ભાઈ, બહુ ડેન્જર છે તમારાવાળી, જોજો સાચવજો,” અને મેં બસ હસીને ડોકું ધુણાવ્યું! (એને સિગારેટવાળી વાત કીધી હોત તો બિચારો અર્ધી મુવી છોડી ભાગી જાત!)

એણે તો ફૂલ ટુ ફટાક એન્જોય કરી અને મેં, આગળ શું થશે, એના રીએક્શન શું રહેશે, બાકીની સાંજ કેમ જશે, એ માની જશે, એ જ વિચારો માં જેમતેમ કરી મુવી પતાવી બંને બહાર નીકળ્યા.

“હવે..?? કોફીશોપ જ ને..??” મેડમની તાસીર પ્રમાણે વર્તવું જરૂરી હતું ભાઈ!

“ના, સીધાજ લોંગ ડ્રાઈવ, કોઈક સારી જગ્યાએ, એકાંતમાં! બંને સાથે સિગરેટ પી શકીએ એવી જગ્યાએ! હજી તારો ક્લાસ લેવાનો બાકી છે!” ઓફ્ફ્ફફ્ફ હજીય એણે એ વાત મૂકી નોહતી!

“ના, લઇ તો જાઉં, પણ સિગરેટ કોઈ નહી પીવે,” ફરીથી મારો એજ નબળો બચાવ.

“ઓકે, લઇ તો લે, પછી જોઈએ, કદાચ માહોલ જોઈ તને પણ ઈચ્છા થઇ જાય!” આંખ મીચકારી બોલી!

બસ, હા અને ના ની અવઢવ માં PVR થી એસ. જી. હાઈવે તરફ વળ્યા. વાતાવરણ પર સાંજની સવારીના પડઘમ સંભળાઈ રહ્યા હોય એમ ઠંડક પ્રસરી રહી હતી. બંને સિગરેટ કેસ (મારું ડેસ્ક પરથી જમા લઇ લીધું અને એનું મારે આપી દેવું પડ્યું!) એના પર્સ માંજ હતા હજીય!

(વધુ આવતા અંકે..)

~એજ..તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s